૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ પાલનપુર
28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર
૭૬માં પ્રજાસત્તાક દિવસની N.S.S., N.C.C. ના વિદ્યાર્થીઓ ધ્વજવંદન દ્વારા પરેડ, ગરબા, નૃત્ય, સંગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુ, મંત્રીશ્રી,કેમ્પસ એકેડમિક ડાયરેક્ટ તથા મંડળના સભ્યો શ્રીઓ તથા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તેમજ કૉલેજનો સ્ટાફ પરિવાર તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફનાં સભ્યો, સાયન્સ અને કોમર્સ કોલેજ, અને અન્ય કોલેજના પ્રિન્સિપાલ તેમજ અધ્યાપકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમની ઉજવણી કરી. આ તમામ આયોજન જી.ડી મોદી કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ. જી. જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ NCC કમાન્ડર ડૉ.નિલેશ પટેલ અને સાંસ્કૃતિક કન્વીનર ડૉ.કલ્પના બેન ગાંવિત, ડૉ.ભારતીબેન રાવત અને NSS પ્રોગ્રામ ઓફિસ ડૉ.વિજય પ્રજાપતિએ કર્યું હતું.