AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના વઘઈ અને સુબીર તાલુકામાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની રંગે ચંગે ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટરશ્રી શાલિની દુહાનના અધ્યક્ષતામાં થઈ હતી જ્યારે વઘઈ તાલુકાના બરડા ગામે તાલુકા કક્ષાની ઉજવણી મામલતદારશ્રી પ્રવિણભાઈ કે. પટેલના અધ્યક્ષસ્થાને જ્યારે સુબીર તાલુકાના ઝરી ગામમાં તાલુકા કક્ષાની ઉજવણી મામલતદારશ્રી આઈ.એમ.સૈયદના વરદ હસ્તે ધ્વજવંદન કરી ધામધૂમથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની મામલતદારશ્રીઓએ શુભકામના પાઠવી જણાવ્યું કે, “આઝાદી પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણો ડાંગ જિલ્લો રમત ગમત, ખેતીવાડી અને પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ યોગદાન આપી રહ્યો છે. આ સિવાય પણ આપણો જિલ્લો અનેક ક્ષેત્રોમાં આગળ છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રત્યેક વિભાગો દ્વારા વિકાસનાં અનેક નવાં સોપાનો સર કરવામાં આવ્યાં છે. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આપણાં જિલ્લાની કામગીરી રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવી છે. ડાંગ જિલ્લાનો વિકાસ અહીની પ્રજાને આભારી છે.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગાંધીનગર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે બંને તાલુકાને રૂ. ૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળી ઉપસ્થિત જનમેદની દેશપ્રેમમા તરબોળ બની હતી. સરકારી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું સન્માન કરાયુ હતું. અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. આ ઉજવણીમાં પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાઓ, માતાઓ બહેનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!