AHAVADANGGUJARAT

થર્ટી ફર્સ્ટને લઈને ગિરિમથક સાપુતારા પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ચેકપોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

સાપુતારાથી મહારાષ્ટ્રમાં આવતા જતા વાહનચાલકોનું સાપુતારા પોલીસની ટીમ દ્વારા કડક ચેકીંગ હાથ ધરી બ્રિથ એનેલાઈઝર શરૂ કરાયુ..

નવા વર્ષની ઉજવણીને લઈને ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.ખાસ કરીને સાપુતારા ચેકપોસ્ટ અને માળુંગા ચેકપોસ્ટ પર પોલીસની ટીમો દ્વારા વાહનો અને વ્યક્તિઓની કડક તપાસ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લાનાં એસ.પી. યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.સાપુતારા પોલીસ મથકનાં કર્મચારીઓ દ્વારા ચેકપોસ્ટ પર બ્રીથ એનાલાઈઝર મશીનની મદદથી વાહન ચાલકોનું અલ્કોહોલ ટેસ્ટ કરી રહ્યા છે.દારૂ પીધેલી સ્થિતિમાં વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં લોકોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવાની પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.ગિરિમથક સાપુતારામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.સાથે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષને આવકારવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે.અને હોટલીયરો પણ સજ્જ બન્યા છે.ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા પ્રવાસીઓને અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!