MORBI મોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ બરોડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૩.૦ માં કાસ્યચંદ્રક જીત્યો

MORBI મોરબી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીએ બરોડા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૩.૦ માં કાસ્યચંદ્રક જીત્યો
શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ એ બરોડા ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ માં ઓપન એજ મેન્સ કેટગરીમાં ૦.૨૨ રેપીડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં કાસ્ય ચંદ્રક જીતીને પોતાના પરીવાર, પી.જી.પટેલ કોલેજ અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે પી.જી.પટેલ કોલેજના વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈ થોડા સમય પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત આંતર કોલેજ ઓપન એર પિસ્તોલ ૧૦ મીટર સ્પર્ધામાં પણ યુનિવર્સીટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિધાર્થીની આ અદકેરી સફળતા માટે પી.જી.પટેલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રૂપાલા વાસુ એ અગ્રણી ઉદ્યોગપતિ, અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા, લાયન્સ કલબના પૂર્વ ગવર્નર તરીકે સેવારત રહી ચુકેલા પાટીદાર અગ્રણી શ્રી રમેશભાઈ રૂપાલા ના સુપુત્ર છે.






