તા.૧૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ઉતરાયણ પર્વ નિમિતે પક્ષીઓ માટે એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક મુઠ્ઠી અનાજ એકઠું કરીને ઉતરાયણના આગલા દિવસે પક્ષીઓ આપવામાં આવ્યું હતું. જેથી ઉતરાયણના દિવસે પક્ષી ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે.. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે એક મુઠ્ઠી અનાજ પક્ષીઓના નામે અંતર્ગત કાર્યક્રમનું આયોજન સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ કર્યું હતું.