ગણદેવી તાલુકાના ગોયંદી ગામે ધારાસભ્ય નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્યગાથાથી પરીચીત થઇ રહ્યો છે*
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે ગત તા. ૦૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૫ સુધી સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગોયંદી ગામે ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરાઇ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઇ પટેલે વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે એમ જણાવી વિવિધ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્યશ્રીના વરદ હસ્તે વિવિધ યોજનાકિય લાભો પણ વિતરણ કરાયા હતા.
આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન લઘુ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યું હતુ જેને મહાનુભાવો સહિત ગ્રામજનોએ સંદર રીતે નિહાળ્યું હતું.
નોંધનિય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરીચી થઇ રહ્યો છે.