હાલોલ: નારાયણધામ તાજપુરા ખાતે 11 મી જૂન નારોજ મુખ્યમંત્રી તેમજ નર્મદા મિશનના પ્રણેતા અને મહાયોગી દાદાગુરુની પ્રેરક ઉપસ્થિતિમાં 25001 વૃક્ષા રોપાણ કરવામાં આવશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૬.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના નારાયણધામ તાજપુરા ખાતે 11 મી જૂન નારોજ રાજ્યના મુખ્યમંત્રી તેમજ નર્મદા મિશન ના પ્રણેતા અને મહાયોગી દાદાગુરુની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તેમજ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી વિરાટ નારાયણ વન તાજપુરા ખાતે 25001 વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુર ખાતે નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ ની અખંડ જ્યોત બ્રહ્મલીન પ.પૂ.નારાયણ બાપુજી દ્વવારા શરુ કરવામાં આવી હતી.જે અંતર્ગત આંખો ને લગતા તમામ દર્દોની સારવાર કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 20,45,270 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 8,03,620 દર્દીઓના આંખોના જુદા જુદા રોગોના ઓપરશન કરવામાં આવ્યા છે. જયારે પર્યાવરણ ના સંતુલન ને લઈને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તેમજ વન વિભાગ ના સયુંકત ઉપક્રમે ગુજરાત સરકાર ની 50 હેક્ટર સરકારી જમીનમાં શ્રી વિરાટ નારાયણ વન તાજપુરા ખાતે 25001 વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.જેને લઇ આજે ગુરુવાર ના રોજ શ્રી નારાયણ આરોગ્યધામ તાજપુરા કોન્ફરન્સ હોલ ખાતે શ્રી વિરાટ નારાયણ વનના સંયોજક અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા ના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, જેન્તીભાઇ પંચાલ, સુનિલભાઈ શાહ, રાજુભાઈ ઠક્કર ની ઉપસ્થિમાં 11 મી જૂન નારોજ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નર્મદા મિશન ના પ્રણેતા અને મહાયોગી દાદાગુરુ ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી વિરાટ નારાયણ વન તાજપુરા ખાતે 25001 વૃક્ષારોપણ કરવામાં આવનાર હોવાને લઇ પત્રકાર પરિષદ યોજાઈ હતી.તેમાં જણાવ્યું હતું કે આ અગાઉ 18 /09/2024 ના રોજ 11111 વૃક્ષારોપણ કરી શ્રી વિરાટ નારાયણ વન નું નિર્માણ કરવામાં આવ્યું હતું.જયારે બીજા તબક્કામાં 11 મી જૂન ના રોજ દેશભક્તિ સાથે જોડવાનો ભાવ તેમજ શક્તિના દર્શન કરાવવા 1000 જેટલા સિંદૂર ના વૃક્ષ,આયુર્વેદિક,લોક ઉપયોગી વૃક્ષ તેમજ આજુબાજુના ગાન લોકો ને રોજગારી મેળવી શકે તેવા અન્ય વૃક્ષ મળી કુલ 25001 વૃક્ષ નૂરોપણ કરવામાં આવનાર છે.આ ભગીરથ કાર્યમાં પૂજ્ય બાપુના ભક્તો, જુદું જુદી સંસ્થાઓ સ્કૂલો કોલેજો વિગેરે લોકો મોટી સંખ્યમાં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું છે. એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ, એક વૃક્ષ માં કે નામ,એક વૃક્ષ એક વ્યક્તિ રોપે એવા એમ સાથે 25000 ઉપરાંત લોકો આ કાર્યમાં જોડાશે.








