BHARUCHNETRANG

ભરૂચ એલસીબીએ નેત્રંગ તાલુકાના કવચીયા ગામે ખુલ્લી જગ્યામા આંક ફરકનો જુગાર રમાડતા જુગારિયાને ઝડપી પાડ્યો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૧/૧૨/૨૦૨૪

 

ભરૂચ એલસીબીના પી.આઈ.એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કવચીયા ગામના મંદિર ફળીયામાં રહેતો દલસુખ રૂપસીંગ વસાવા પોતાના ઘર પાસે આંક ફરકનો જુગાર રમાડે છે.

 

આ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા એલસીબી પોલીસને સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગારી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે નેત્રંગ ગામના મોવી રોડ ઉપર રહેતો મુખ્ય સુત્રધાર સલમાન પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ

ધરી છે.

Back to top button
error: Content is protected !!