MORBi:મોરબીના બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા
MORBi:મોરબીના બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા
મોરબી એસઓજી ટીમે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમીયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન સફેદ કલરની ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 વાળી નિકળતા ગાડી ચેક કરતા આરોપી તરુણભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી તથા વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા 10.76 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન કિંમત રૂપિયા 1,07,600, મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 1 લાખ, રોકડા રૂપીયા 50 હજાર તેમજ ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 કિમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપીયા 12,57,600 સાથે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એક્ટની કલમ- 8(સી), 21(બી), 29 મુજબની કાર્યવાહી કરી બન્ને શખ્સને ધોરણસર અટકાયતમાં લઈ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.
આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સટેબલ ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઈ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા,સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઈ જશાભાઇ લાવડીયા સહિતના સ્ટાફે કરી હતી.