DAHODGUJARAT

દાહોદમાં બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૫ અંતર્ગત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો

તા.૦૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૫ અંતર્ગત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ યોજાયો

 

દાહોદમાં બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૫ અન્વયે કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દાહોદ આયોજિત ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ સમારોહ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ, ગોધરા રોડ, ફ્રિન્ડલેન્ડ ગંજ દાહોદ ખાતે યોજાયો હતો જેમાં કુલ ફાળવેલ ૧૨૫ ઉમેદવારો માંથી ૧૧૭ ઉમેદવાર હાજર રહ્યાં હતા.સમારોહમાં હાજર રહેલા તમામ ઉમેદવારો કે જે બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડવાના છે તેમણે આ તબક્કે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામા, શાળા સંચાલક મંડળના પ્રમુખ,મંત્રી, વિવિધ શૈક્ષણિક સંઘો તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો હતો

Back to top button
error: Content is protected !!