મહીસાગર જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ નિમિત્તે લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી

મહીસાગર જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ નિમિત્તે લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી
*****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
મહિલાઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા અને સશક્તિકરણના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ભાગરૂપે, આજે તા. ૧ ઓગસ્ટના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી કિસાન માધ્યમિક વિદ્યાલયમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈલેશ મુનિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક વિકાસ પર ભાર મૂકીને, તેમને સુરક્ષા અને સ્વાવલંબન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર જોડાયા હતા. શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને તેમના ભવિષ્ય ઘડતર અને સુરક્ષા માટેના વિવિધ પાસાંઓ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે, કરાટે અને રમત-ગમતમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.




