આણંદ મેમણ જમાત દ્વારા ‘વર્લ્ડ મેમન ડે’ ની ઉજવણી

આણંદ મેમણ જમાત દ્વારા ‘વર્લ્ડ મેમન ડે’ ની ઉજવણી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/04/2026 – વર્લ્ડ મેમન ડે નિમિત્તે આણંદ મેમણ જમાત દ્વારા નવી મેમણ કોલોનીમાં ‘મેમણ ડે’ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વર્ષે હજ જનાર આણંદ મેમણ સમાજનાં 20 હાજી-હાજીયાણીને હજ કીટ (મોમેન્ટો) આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ જ દિવસે આણંદ માં ગરીબ લોકોને નિ:શુલ્ક ટિફિન સેવા પૂરી પાડતી હુસૈની ટિફિન સેવાને એક દિવસનું ટિફિન સેવાનું દાન આપી ગરીબ લોકોને જમાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આણંદ મેમણ જમાતનાં પ્રમુખ અ.રજ્જાકભાઈ મેમણ, આણંદ જિલ્લાનાં ઝોનલ સેક્રેટરી જાવેદ ભાઈ રાખડીવાલા, કારોબારી સમિતિનાં સભ્યો તેમજ મેમણ સમાજનાં સભ્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરવેઝસર મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ સેક્રેટરી શ્રી અશરફભાઈ મચ્છીવાળા તરફથી કરવામાં આવી હતી.





