દાહોદ ઘટક દાહોદ ઘટક:-૪ ના તમામ આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા યોજના અંતર્ગત ઉજવણી કરાઈ
AJAY SANSISeptember 16, 2025Last Updated: September 16, 2025
33 Less than a minute
તા.૧૬.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઘટક દાહોદ ઘટક:-૪ ના તમામ આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા યોજના અંતર્ગત ઉજવણી કરાઈ
દાહોદ જિલ્લાના દાહોદ ઘટક:-૪ ના તમામ આંગણવાડી કેન્દ્ર પર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ માસના ચોથા મંગળવારે પૂર્ણા દિવસ/અન્ન વિતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને થીમ મુજબ પૂર્ણા સખી-સહસખી મોડ્યુલમાંથી લિંગ ભેદ અને જેન્ડર વિશે, પૂર્ણા શક્તિ અને પૂર્ણા યોજના વિશે સમજ પણ આપવામાં આવી અને પૂર્ણા ૨.૦ અંતર્ગત પૂર્ણા બ્રિગેડ હેઠળ સ્કૂલબેગ, ઘડિયાળ, કાંડા ઘડિયાળ, કેશરોલ જેવી વસ્તુઓ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ દરમ્યાન પોષણ અને પૌષ્ટિક ખોરાક તેમજ બી.એમ.આઈ, હિમોગ્લોબીન, ટેક હોમ રેશન તથા એનીમિયા જાગૃતિ અંગે અને કિશોરીઓને જીવન કૌશલ્ય વિશે પણ સમજ અપાઇ હતી
Sorry, there was a YouTube error.
AJAY SANSISeptember 16, 2025Last Updated: September 16, 2025