GUJARATMAHISAGARSANTRAMPUR

જીવલેણ હુમલો કરી ખૂન કરનાર આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી સેન્સસ કોટૅ.

મહીસાગર જિલ્લાના કનાવાડા ગામે નજીવી બાબતે જીવલેણ હુમલો કરી ખૂન કરનાર આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી સેન્સસ કોટૅ…

રિપોર્ટર…અમીન કોઠારી _: મહીસાગર

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કનાવાડા ગામે બે વર્ષ અગાઉ રેતી ભરેલ ટ્રેક્ટર કાઢવા જેવી નજીવી બાબતે જીવલેણ હુમલો કરી આધેડનું મોત નીપજાવવાના કેસમાં મહીસાગર સેશન્સ જજે આરોપીએ આજીવન કેદની સજા અને દંડનો આખરી હુકમ ફરમાવ્યો છે.

કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં જૂની કોલોની કનાવાડા ગામે ૫ જૂન ૨૦૨૩ના રોજ સાંજના આશરે ૪ વાગ્યાના સુમારે આરોપી અભેશીંગભાઇ રત્નાભાઇ ડીંડોર રહે: જુની કોલોની, કનાવાડા, તા.કડાણા, જી.મહીસાગર એ મરણ જનાર આધેડ ખાત્રાભાઇ ઉર્ફે મેઘાભાઇ સુરમાભાઇ ડીંડોરની સાથે ખેતરમાંથી રેતી ભરેલ ટ્રેકટર કાઢવા બાબતે ગાળો બોલી ઝગડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇ જીવલેણ હુમલો કર્યો હતો.

આરોપી એ તેના હાથમાની લાકડી મરણ જનારને પેટના તેમજ પેટથી નીચેના ભાગે લાકડી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ખુન કર્યાનો ઈ.પી.કો કલમ-૩૦૨, ૫૦૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબનો ગુનો કડાણા પોલીસ મથકે નોંધાયો હતો. સદર કેસ મહીસાગર સેશન્સ જજની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ એસ.આર.ડામોરની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ એન ગડકરીએ આરોપી અભેશીંગભાઈ રત્નાભાઈ ભુરાભાઈ ડીંડોરને ભારતીય ફોજદારી કાર્ય સંહિતાની કલમ-૨૩૫(૨) અન્વયે ઈ.પી.કો.કલમ-૩૦૨ નાં ગુના સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા આરોપીને અંકે રૂપિયા દસ હજારનો દંડનો આખરી હુકમ ફરમાવ્યો છે.

Back to top button
error: Content is protected !!