સંસ્કૃતિનું વહન કરતા રાષ્ટ્રભાવથી ભરપૂર સંગઠનની શતાબ્દી
જૂનાગઢ જિલ્લામાં ૧૧ વિવિધ સ્થાનો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીનો શુભારંભ.
૦૦૦૦૦૦
સંઘ શતાબ્દી વર્ષ ઉજવણી ભાગરૂપ મહાપર્વે શારીરિક, બૌદ્ધિક, પથ સંચલન ,શસ્ત્ર પૂજન , ધોષ (બેન્ડવાજા) નિહાળવા “સંધ દર્શનથી નગરજનો અભિભુત
00000000
જૂનાગઢ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર સમાજને સમરસતાના એક મંચ પર લાવવા માટે અનેકવિધ કાર્યક્રમો વર્ષભર યોજાવાના છે, આ કાર્યક્રમોનો શુભારંભ વિજયાદશમી ઉત્સવથી થયો, જૂનાગઢ શહેરમાં એક સાથે, એક સમય પર પાંચ વિવિધ સ્થાનો પર જેવા કે, વિર સાવરકર ઉપનગર, માધવ ઉપનગર, વિવેકાનંદ ઉપનગર, ગિરનાર ઉપનગર, કેશવ ઉપનગર ખાતે પ્રારંભમાં પથ સંચલન દ્વારા સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચ આયોજિત કરાઈ હતી, પૂર્ણ ગણવેશમાં ૨૮૭ તરુણ સ્વયંસેવકો તથા ૪૬ બાલ સ્વયંસેવકોએ પથ સંચલનમાં ભાગ લીધો હતો. મહાનગર સાથે સાથે જિલ્લાના તાલુકાના વિવિધ સ્થાનો પર આયોજિત ઉત્સવમાં ૫૦૦ થી વધુ સ્વયંસેવકો એ ભાગ લીધેલ હતો. શહેરના વિવિધ માર્ગો પર આયોજિત પથ સંચલનનું નગરજનો દ્વારા પુષ્પવૃષ્ટી કરી પથસંચલનમાં જોડાયેલ સ્વયંસેવકોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ નગરમાં આવેલ ગિરનાર પબ્લિક સ્કૂલ,શિવમ પાર્ટીપ્લોટ, શ્રીસ્વામિનારાયણ મંદિર, કન્યા છાત્રાલય જોષીપુરા, ગેબી હનુમાનજી મંદિર, ગાંધીગ્રામ તથા મેંદરડા, ભેંસાણ, માણાવદર,વિસાવદર,તથા વંથલી ખાતે રાષ્ટ્રભક્ત નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં દૈનંદિન શાખાઓમાં થતા કાર્યક્રમોને જાહેર પ્રાત્યક્ષિક દ્વારા દંડના પ્રયોગો, યોગ, આસનો વગેરેનું નિર્દેશન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
નગરના વિવિધ સ્થાનો પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને અતિથિશ્રીઓ ડો. હણુંમંત આમને, મહામંડલેશ્વરશ્રી જગજીવનદાસજી મહારાજ, ધારાશાસ્ત્રી દિપેન્દ્રભાઈ યાદવ, ડો.ધીરુભાઈ શાહ તથા નાગભાઈ વાળા, જેન્તીભાઇ કે.ઠેશીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. જૂનાગઢમાં આયોજીત કાર્યક્રમો પૈકી માધવ ઉપનગર ખાતે પશ્ચિમ ક્ષેત્ર સહ સંપર્ક પ્રમુખ શ્રી વિજયજી દેવાંગણ દ્વારા અને અન્ય ચારેય ઉપનગર ખાતે રાષ્ટ્રીય સેવક સંઘનાં મુખ્ય વક્તા તથા માર્ગદર્શક અધિકારીશ્રીઓએ ઉપસ્થિત જન સમુદાયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર સમાજને સમરસતાના એક મંચ પર લાવવા માટે વર્ષભર આયોજીત થનાર કાર્યક્રમોની વિગતે વાત કરી રાષ્ટ્રીયચેતનાં અને વિકસીત ભારતની સંકલ્પનાં સાકાર કરવા વર્ષભર હાથ ધરાનાર કાર્યક્રમોની જાણકારી આપી જણાવ્યુ હતુ કે વર્તમાનમાં આપણી સાંસ્કૃતિક વિરાસત પર ચોતરફી આક્રમણો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર સમાજે જાગૃત અને સંગઠિત રીતે કાર્ય કરવાની આવશ્યકતા છે. આ ત્યારેજ શક્ય બને જો સમાજમાં સમરસતા આવે, આ માટે સંઘ દ્વારા આગામી સમયમાં સામાજિક સમરસતા, સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન તથા નાગરિક કર્તવ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિશાળ કાર્યક્રમોના માધ્યમથી સમાજ જાગૃતિ તથા સંગઠનનું કાર્ય કરવામાં આવનાર છે. જેમાં સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સજ્જન શક્તિને સાથે રાખી અદ્ભુતપૂર્વ રાષ્ટ્રનિર્માણનું કાર્ય થાય તે માટે કાર્ય કરવામાં આવશે. ભારતમાતાને વિશ્વગુરુ પદે સ્થાપિત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત કરવા સક્રિય અને કટિબદ્ધ રીતે કાર્ય કરવું આવશ્યક છે.
વિભાગ સેવાપ્રમુખ શ્રી મહેશભાઈ સોનપાલ, વિભાગ પ્રચાર પ્રમુખ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી, વિભાગ સહ સેવા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રામ તથા વિભાગ કુટુંબ પ્રબોધન સંયોજક શ્રી સતીશભાઈ કુબાવત દ્વારા વર્તમાન સમયમાં સંગઠનની ભૂમિકા તથા ૧૦૦ વર્ષના સંઘર્ષમય સમયની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ડો. કેશવ બલિરામ હેડગેવારજીના માર્ગદર્શન નીચે ૧૯૨૫થી શરૂ થયેલી સંઘની યાત્રાને શતાબ્દી પૂર્ણ થઈ છે ત્યારે અનેક કઠિનાઈઓ અને સંઘર્ષપૂર્ણ સમય પસાર કરતા આજે સમગ્ર સમાજને સાથે લઈને વૈશ્વિક રીતે સૌથી વિશાળ રાષ્ટ્ર સમર્પિત કાર્યકર્તાઓનું શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ થયું છે. જે સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમ્ તથા વિશ્વ સુખ શાંતિ અને સમૃદ્ધિ કઈ પદ્ધતિથી પ્રાપ્ત થઈ શકે તે માર્ગદર્શિત કરવા કટિબદ્ધ તથા અગ્રેસર રીતે કાર્યરત છે.
રાષ્ટ્રના ઉત્થાન માટે આજના વિજયાદશમી પર્વનું અનેરું મહત્વ છે. શાસ્ત્ર અને શસ્ત્રના યોગ્ય ઉપયોગથી દૈવી શક્તિ અને સંગઠન શક્તિને જાગૃત કરી ફરી આપણો દેશ વિશ્વને ચેતનાની નવી ઉર્જા આપવા સમર્થ અને સક્ષમ બનવા જઈ રહ્યો છે ત્યારે એક એક વ્યક્તિએ સક્રિય રીતે કાર્ય કરવું જોઈએ. આમ જાગરણના વિવિધ વિષયો પર વક્તવ્ય થકી જરૂરી માર્ગદર્શન,માહિતી પ્રદાન કરવામાં આવી હતી. વિજયાદશમી ઉત્સવ વખતે ઉપસ્થિત સ્વયંસેવકો, અધિકારીશ્રીઓ તથા વિશાળ જનસમૂહ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ઉપસ્થિત પત્રકાર બંધુઓ તથા પ્રશાસન તંત્ર દ્વારા મળેલ ઉત્કૃષ્ટ સહયોગ માટે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.શારીરિક, બૌદ્ધિક , પથ સંચલન ,શસ્ત્ર પૂજન , ધોષ (બેન્ડવાજા) નિહાળવા “સંધ દર્શન “કરવા પધારેલ રાષ્ટ્રપ્રેમી નાગરિકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંઘચાલક પિયુષભાઈ મદાણી એ વિગતો આપી હતી
____________________
—-રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,journalism (hindi),d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@ gmail.com