વલસાડ: પારડીની ડીસીઓ હાઈસ્કુલમાં યોગા સમર કેમ્પના બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત”અંતર્ગત રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વિતાનો <span;>પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવન શૈલી જીવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડી. સી. ઓ. સાર્વજનિક હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ પ્રેક્ટિસ અને યોગ સમર કેમ્પમાં સહભાગી બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું પ્રેક્ટિકલ સત્ર ડી સી ઓ સાર્વજનિક સ્કૂલ ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યુ હતું તેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આસન પ્રાણાયામ ધ્યાન અને યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. યોગ ટ્રેનર બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પારડી તાલુકાના યોગ કોચ જાગૃતિબેન દેસાઈ, મનિષાબેન ઠાકોર, પ્રજ્ઞાબેન ફેટિંગ અને યોગ ટ્રેનર અલ્પાબેન દેસાઈ, અલ્કાબેન સોની, ભાવિકાબેન ખાંટ, અનુરાધાબેન, માધવીબેન પરમારએ જહેમત ઉઠાવી હતી. આ સંપૂર્ણ સફળ આયોજન યોગ કોચ જાગૃતિબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.



