JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે.  જૂનાગઢ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિલિંગન ડેમ ઓવરફ્લો થયો છે. સોમવારે સાંજના સમયે ડેમ છલકાયો હતો.   ડેમના આહલાદક દ્રશ્યો જોવા શહેરીજનો ઉમટ્યા હતા.

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.

જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

Back to top button
error: Content is protected !!