વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ભારતમાં ચાલી રહેલ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓક્ટોબર સુધીના “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” પખવાડિયા અંતર્ગત આજરોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામે જિલ્લા કક્ષાનો “સ્વચ્છ ભારત દિવસ” ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.
નવસારી જિલ્લા સ્તરે સ્વછતા ક્ષેત્રે ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (CHCs), શાળાઓને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે પ્રમાણપત્રો, સ્મૃતિ ચિહ્નો તેમજ પ્રતીકાત્મક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમ દરમ્યાન સ્વચ્છતા સપથ લઇ ગ્રામસભાઓ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાનમાં ઉત્તમ કામગીરી કરનાર તાલુકાના ગામોને ગણદેવી તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઇ તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમા. વિદ્યાર્થીઓ, સ્વયંસહાય જૂથો (SHGs), સામાજિક કાર્યકરો, ગામના સભ્યો, તલાટીઓ, સરપંચઓ, ,જિલ્લા-તાલુકા સ્ટાફ તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.