ગોધરા તાલુકાના છબનપુર ગામે વંચિત સમુદાય મંચ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરી સમુદાયને સક્રિય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧૧.૨૦૨૪
તારીખ 26 11 2024 ના રોજ ગોધરા તાલુકાના છબનપુર ગામે વંચિત સમુદાય મંચ પંચમહાલ દ્વારા બંધારણ દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા કાલોલ ગોધરા તાલુકાના 250 જેટલા અલગ અલગ સમુદાયના સામાજિક કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે અમદાવાદ થી ડો. મુકેશભાઈ લંકુચ તેમજ જૂનાગઢના સામાજિક કાર્યકરો એવા હિતેનભાઈ કાપડિયા હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆતમાં બંધારણ નિર્માણ માનવ બાબાસાહેબ આંબેડકર તથા ક્રાંતિકારી બીસમાં મુંડાને જીવનના ફોટા આગળ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ આપી બંધારણના અમુખ ના વાંચિત કાર્યક્રમનો આગળ વધારવામાં આવ્યો હતો.આ તબક્કે વંચિત સમુદાય મંચ પંચમહાલના વંચિત સમાજ માટે સક્રિય રીતે ગતિ કરનાર આગેવાનો સન્માન પત્ર તેમજ સાલ તેમજ શર્ટ પેન્ટ તેમજ આદિવાસી ફાળીયાથી સન્માન કરવામાં આવ્યું સન્માનિત આગેવાનો માં આવેલા જીવનમૂલ્યો આવડ તો તેમજ દષ્ટિકોણ માં થમલ ફેરફાર બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો આ તમામ કાર્યક્રમનું સંચાલન નાયક વિપુલભાઈ એ કયું હતું આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ પણદા તેમજ હિરાભાઇ નાયક મનિષભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.સન્માનિત થયેલા આગેવાનો ભાવ વિભોર બની પોતાના જીવનમાં આવેલ પરિવર્તન બાબતે વંચિત સમુદાય મંચ પંચમહાલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે 108 મહંત ઘોઘંબા શામળકુવા નિવાસી સોહમ દાસ સાહેબ પણ હાજર રહી કબીર સાહેબની સાખીયૌ બોલી માગૅદશૅન પુરૂં પાડ્યું હતું.






