
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કે. જે. ચોકસી હોલ ભરૂચ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાનો સક્ષમ શાળા એવોર્ડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.રાઓલ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના માર્ગદર્શન હેઠળ સક્ષમ શાળાની પસંદગી કરવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જિલ્લાની ગુણવત્તા સુધારવા માટે વિશેષ માર્ગદર્શન પુરૂ પડવામા આવ્યુ હતું.
સક્ષમ શાળામાં ૪ અને ૫ સ્ટાર મેળવેલ શાળાઓમાંથી જિલ્લા કક્ષાની ૭ શાળાઓ અને તાલુકા કક્ષાના એવોર્ડ માટે ૯ શાળાની પસંદગી થઈ હતી. જિલ્લા કક્ષાની ૭ શાળાઓમાં ૩ પ્રાથમિક ૩ માધ્યમિક અને ૧ શહેરી તેમજ તાલુકાના એવોર્ડ માટે દરેક તાલુકા દિઠ ૧ શાળાને એવોર્ડ-પુરસ્કાર અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
પ્રથમ ક્રમે આવેલ શાળાને ૩૧,૦૦૦/- બીજા ક્રમે આવેલ શાળાઓને ૨૧,૦૦૦/-અને ત્રીજા ક્રમે આવેલ શાળાને ૧૧,૦૦૦/- ના પુરસ્કારની રકમ શાળાની એસએમસીને આપવામાં આવી હતી. એ જ રીતે દરેક તાલુકાની ૧ એમ કુલ ૯ શાળાઓને રૂપિયા ૧૧, ૦૦૦/- શાળાની એસએમસીને પુરસ્કાર ચેક સ્વરૂપે આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ,એચટાટ હિતરક્ષક સમિતિ ના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી શાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમારોહમા તમામ TPEO,BRC,CRC, શિક્ષણ નિરીક્ષક તમામ, સરકારી શાળાના આચાર્ય,બાળકો, સમગ્ર શિક્ષાના સ્ટાફ કાર્યક્રમમાં
જોડાયા હતા.


