દાહોદના ગોવિંદ નગર ના ટોપી હોલ ખાતે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ અને પંચમહાલ ગોધરા ના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યલય ના નેજા હેઠળ સૈનિક સંમેલન નું આયોજન
AJAY SANSI1 hour agoLast Updated: December 15, 2025
0 1 minute read
તા.૧૫.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં પંચમહાલ ગોધરા ના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યલયના નેજા હેઠળ ભૂતપૂર્વ સૈનિકો મૃતક ભૂતપૂર્વ સૈનિકોની પત્નીઓ વીર નારીઓનુ સૈનિક સંમેલન યોજવામાં આવ્યું
દાહોદના ગોવિંદ નગર ના ટોપી હોલ ખાતે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ અને પંચમહાલ ગોધરા ના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યલય ના નેજા હેઠળ સૈનિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય મહેમાનો ની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ દીપ દિપ પ્રાગટય કરીને સરસ્વતી વિદ્યામંદિર ના વિધાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું . ત્યારબાદ મુખ્ય મહેમાનો પુષ્પગુચ્છ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું . આ દેશની આન બાન અને શાન માટે પોતાના જીવને બલીદાન આપનારા શહીદો ની વીર નારીઓને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું . સુરજીત સિંહ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી દ્વારા દાહોદ જિલ્લામાં રહેતા ભૂતપૂર્વ સૈનિકો મૃતક ભૂતપૂર્વ સૈનિકો ની પત્નીઓ વીર નારીઓ અને યુધ્ધમા અપંગ સૈનિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી . આ સાથે દાહોદ ઝાયડસ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો , વીર નારીઓ ઉમટી પડ્યા હતા . સૈનિક સંમેલન માં સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી . આ સાથે સરસ્વતી વિદ્યામંદિર ના વિધાર્થીઓ દ્વારા ઓપરેશન સિંદુર આધારિત ડાન્સ રજૂ કરવામાં આવ્યું હતું . અને. માજી સૈનિકો નું મનોરંજન પૂરું પાડ્યું હતું .આ સમગ્ર પ્રોગ્રામ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . જેમાં ઝાયડસ હોસ્પિટલ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ શૈલેષ કુમાર રાઠોડ , ડીવાયએસપી જગદીશ બાગરવા , મેજર હરિન્દ્ર સિંહ , માજી સૈનિકો સંગઠન ના પ્રમુખ મોહનિયા શંકરભાઈ , કે . કે શાહ નિયામક સૈનિક કલ્યાણ અહમદાબાદ , દાહોદ રામાનંદ પાર્ક સ્વામી શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ જગદીશ દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા