GUJARATMODASA

અરવલ્લી મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને ICDSમાં ચાલતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે ઓફિસરને પત્ર લખતા હડકંપ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને ICDSમાં ચાલતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે ઓફિસરને પત્ર લખતા હડકંપ

જિલ્લા વિકાસ અધિકારી બાદ પ્રોગ્રામ ઓફીસ સામે પદાધિકારીની નારાજગી

અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને જિલ્લાની અમૂક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરી કાર્યકરો અને લાભાર્થીઓ ને મળી સરકારની વિવિધ યોજનાઓ થકી મળતા લાભો વિશે પૂછતાં ગંભીર બાબતો સામે આવી હતી.બાળકોને મેનુ મુજબનો નાસ્તો,લાભાર્થી બહેનોને પોષણ પૂર્ણ આહાર અપાતો ન હોવાની,આંગણવાડીના ખરીદી દરેક બીલ દીઠ 50 ટકા જે તે સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ દ્વારા ઉઘરાણા તેમજ આંગણવાડી દીઠ એક હજાર રૂપિયાનું પણ ઉઘરાણું કરવામાં આવતું હોવાનું મુલાકાત દરમિયાન જણાવા મળતા ચેરમેને અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના અધિકારીને પત્ર લખતા વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.ઉચ્ય અધિકારીઓની મિલી ભગતથી ICDS વિભાગમાં આઉટસોર્સ ભરતીમાં પણ મોટો અધિકારી ની મનમાની ચાલે છે.ICDS શાખામાંના ખાલી પડેલી જગ્યામાં ICDS કચેરીમાં ફરજ બજાવતા જ એક કર્મચારીને લગાવી દેવામાં આવ્યો છે.અને તેની જગ્યા એ બીજાને મૂકીની ભરતી કરવામાં આવી છે.પ્રોગ્રામ ઓફિસર માત્ર એક કર્મચારીને છોડી અન્ય કર્મચારીઓનો મોબાઈલ ચેક કરતા હોવાને લઈ કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે.પ્રોગ્રામ ઓફીસરે એક વર્ષ પૂર્વે તેમની કચેરીના દરવાજા ઉપર રજા સિવાય અંદર ન આવવું જેવું સ્ટીકર લગાવી દેતા ચર્ચાનો વિષય બનતા સ્ટીકર દૂર કરવાની ફરજ પડી હતી.આવી તો છાશવારે ઉઠતી ફરિયાદો છતાં છાવરવામાં આવતી નીતિના કારણે કર્મચારીઓ અને અરજદારોમાં છૂપો રોષ જોવા મળે છે.આંગણવાડી કાર્યકરો પાસે 2500 રૂપિયા સુધીનું ઉઘરાનું કરવાના આક્ષેપો ઉઠ્યા હતા.આવા આક્ષેપો થાય ત્યારે ભ્રષ્ટ અધિકારી દ્વારા કાર્યકરો બહેનો ને ખોટી ધમકીઓ પણ આપવાના આવતી હોય છે.આવી ગંભીર બાબતો ના કારણે DDO બાદ પ્રોગ્રામ ઓફીસ સામે સવાલો ઉઠ્યા છે.

Back to top button
error: Content is protected !!