આણંદ નગરપાલિકાના ગટર વિભાગના ચેરમેન વિદેશ જતા , પ્રશ્નોની રજૂઆત કોને કરવી

આણંદ નગરપાલિકાના ગટર વિભાગના ચેરમેન વિદેશ જતા , પ્રશ્નોની રજૂઆત કોને કરવી
તાહિર મેમણ -આણંદ – 14/08/2024-આણંદ નગરપાલિકાના ગટર વિભાગના ચેરમેન વિદેશ જતા , પ્રશ્નોની રજૂઆત કોને કરવી. આણંદ શહેર માં બિસ્માર રસ્તા, અને ઘણા નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાય જાય છે
આણંદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ત્યારે શહેરીજનો વરસાદી પાણીનો નિકાલનો અભાવ અને માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા , ગટરના પાણીના નિકાલનો અભાવ જોવા મળતાં પાલિકા તંત્રથી તોબા પોકારી ઉઠયા છે. બીજી તરફ આણંદ નગરપાલિકાના ગટર વિભાગના ચેરમેન, દબાણ વિભાગના ચેરમેન , રોડ વિભાગના ચેરમેન વિદેશ ગયા હોવાથી શહેરીજનો ફરિયાદ કોને કરવી એ મોટો પ્રસ્નો ઉભો થયો છે.આણંદ નગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપતાં પહેલા શહેરીજનો મળવાપાત્ર સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો રાજ્ય સરકારના મુખ્યમંત્રી ફરિયાદ કરવાની વિરોધ પક્ષના નેતા ડો.જાવેદ વ્હોરાએ જણાવ્યું હતું.
આણંદ નગરપાલિકાના દબાણ વિભાગના ચેરમેન નીલ પટેલ, ગટર વિભાગના ચેરમેન સમીર પટેલ, રોડ વિભાગના ચેરમેન દિપેન પટેલ, વોર્ડનં 13ના પૂર્વ ઉપપ્રમુખ છાયાબેન ઝાલા વિદેશ ઉપડી ગયા છે. ત્યારે આણંદ શહેરમાં વરસાદ પડતાની સાથે જ ઘોર ખોદવાનું શરૂ થઇ ગયું છે. જેના ભાગરૂપે સોમવારે વરસાદ પડતાની સાથે શહેરના 20 વધુ નીંચાણવાળા વિસ્તારો તંત્રના પાપે વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તેમજ શહેરના 40 વધુ માર્ગો છ માસ પહેલા પેચવર્ક કરવામાં આવેલા તમામ માર્ગો ધોવાણ થઇ ગયા છે અને ગટર લાઇન ચોકઅપ થઇ ગઇ છે.
મંગળપુરા વિસ્તારમાં ગટરલાઇન ખોદકામ બાદ જૈ સે થે હાલતમાં છોડી દેવામાં આવી છે. ત્યારબાદ બાકરોલ એસટીપી પ્લાન્ટ શરૂ નહીં કરાતાં 60 ટકા વિસ્તારમાં શહેરીજનો ગટર કનેકશન વંચિત રાખાય છે. જેના પગલે શહેરીજનો પાલિકાના ચેરમેન રજૂઆત કેવી રીતે કરવી તેવો પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે વિરોધ પક્ષના નેતા ડો જાવેદ વ્હોરાએ જણાવ્યું હતું કે આણંદ નગરપાલિકા એ ગ્રેડનો દરજ્જો હોવા છતાં 50 હજારથી વધુ શહેરીજનો મળવાપાત્ર સુવિધાઓ વંચિત રખાયા છે.





