BANASKANTHAGUJARATPALANPUR

“સેવા પરમો ધર્મ” સાથે સ્વચ્છતા શ્રમદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

2 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

નાણી ખાતે પ્રધાનમંત્રીશ્રીની ભવ્ય જાહેરસભા બાદ સફાઈ અભિયાન: વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.”સેવા પરમો ધર્મ” સાથે સ્વચ્છતા શ્રમદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
સફાઈનું કામ કોઈ નાનું કાર્ય નથી: પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવું જરૂરી છે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ વાવ-થરાદ જિલ્લામા લાખણી તાલુકાના નાણી ગામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશાળ જાહેરસભા યોજાઈ હતી, જેના બીજા દિવસે સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાન યોજાયું હતું.
આ સફાઈ અભિયાનમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પોતે ઉપસ્થિત રહી સક્રિય રીતે જોડાયા હતા. તેમની સાથે વિવિધ અગ્રણીઓ, નાગરિકો તેમજ સફાઈ કર્મચારીઓએ મળીને સભા સ્થળ સહિતના વિસ્તારમાં પડેલો પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરીને યોગ્ય સ્થળે નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વૃક્ષો પર પાણીના કુંડા બાધ્યા હતા. કીડીઓ માટે શ્રીફળમાં લોટ અને ઘી મિક્સ કરી તૈયાર કરીને બનેલા ‘કીડીયારું’ નું વિતરણ કરાયું હતું.
આ અભિયાન દરમિયાન પર્યાવરણ અને પશુ-પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ પહેલ કરવામાં આવી હતી. પક્ષીઓ માટે વૃક્ષો પર પાણીના કુંડા બાંધીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે કીડીઓના સંરક્ષણ માટે શ્રીફળમાં લોટ અને ઘી મિશ્રિત કરીને કીડીયારું તૈયાર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બાદ વિસ્તારને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. “સેવા પરમો ધર્મ”ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આજે બહોળી સંખ્યામાં નાગરિકો અને સફાઈ કર્મચારીઓએ સાથે મળીને શ્રમદાન કર્યું છે. તેમણે સફાઈ કર્મચારીઓને “શ્રમયોગી” કહી તેમના કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે સફાઈનું કામ કોઈ નાનું કાર્ય નથી તથા પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છતા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. તેમણે યુવા ટીમના કાર્યને પણ બિરદાવ્યું હતું, જેમણે કીડીઓ અને પક્ષીઓને નુકસાન ન થાય તે માટે વિશેષ આયોજન કર્યું હતું. સમગ્ર અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરો, સફાઈ કર્મચારીઓ અને યુવાનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!