નર્મદા જિલ્લામાં UCC મામલે બેઠક મળી ચૈતર વસાવા તેમજ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી યુનિફોર્મ સિવિલ કોડ સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવ્યાં હતા. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૮ માર્ચ ૨૦૨૫ ના રોજ એક બેઠક મળી હતી જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજના લોકોએ સમર્થન કરતા આદિવાસી સમાજ સમર્થન અને તરફેણ એમ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. જ્યારે મુસ્લિમ સમાજે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તો ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું હતું.
નર્મદા જિલ્લામાં રાજ્યની સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોની તા. 28મી માર્ચે કલેકટર કચેરી ખાતે સ્થાનિક અગ્રણીઓ-પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે જિલ્લાના અગ્રણીઓના સૂચનો અને મંતવ્યો લેવામાં આવ્યા હતા.
જેમાં સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતના સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેસ ઠાકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સહીત વિવિધ રાજકીય આગેવાનો ધાર્મિક સંસ્થાના વડાઓ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
જેમાં તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉંમર 18 વર્ષ થશે, પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર, લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી, લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ, અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે, એક કરતા વધારે લગ્ન પર રોક, પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ, લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત, સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક, તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે. જેવા વિષય ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી.
જેમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો. ખાસ કરીને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રાખવાના મુદ્દે એક માત્ર ચૈતર વસાવા સિવાય આદિવાસી સમાજનાં લોકોએ સમર્થન કરતા આદિવાસી સમાજ બે સમર્થન અને તરફેણ એમ બે બે ભાગમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. જ્યારે મુસ્લિમ સમાજ વતી એડવોકેટ મકબુલ ભાઈ કુરેશીએ આ બિલ ને બિન જરૂરી ગણાવ્યું હતું અને સખત વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યારે ભાજપ સહિત અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું હતું.