હાલોલ -તાલુકાના વાઘવાણી ગામે થયેલી મારામારીની ઘટનામાં ગંભીર ઈજા પામેલા એક ઈસમનું સારવાર દરમ્યાન મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૮.૨૦૨૫
હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત રાતે પારિવારિક ઝગડો મારા મારી ફેરવાયો હતો.જેમાં એક ઇસમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો કરતા હાલોલ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વવારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત ગુરુવારે રાત્રે ગામ માં રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરે હતા.ત્યારે તેમના કુટુંબી પ્રવીણસિંહ ઉદેસિંહ, તેમજ તેમનો પુત્ર અલ્પેશ પ્રવિણસિંહ અને અલ્પેશ નો સાળો રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ના ઘરે જય માં બેન સમા ની ગાળો બોલી બોલાચાલી ઝગડો કરી ઝપાઝપી કરતા સામાન્ય બોલાચાલી માંથી ઝગડો ઉગ્ર બની જતા આરોપીઓએ દિલીપસિંહ ને છાતીના ભાગે ગેબી માર મારતા દિલીપસિંહ નીચે પડી ગયા હતા. થયેલ ઝગડાને લઇ ગામ લોકો દોડી આવ્યા હતા.અને ત્યારબાદ તેમને સારવાર અર્થે હાલોલ ખાનગી હોસ્પિટલ માં લઈ ગયા હતા. ત્યારબાદ તેઓને હાલોલ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેઓ ને મૃત જાહેર કર્યા હતા. જેને લઇ દિલીપસિંહ પરમારના પરિવારજનો એ હાલોલ રૂરલ પોલીસ ને જાણ કરી થયેલ ઝગડામાં આરોપીઓએ ઘરમાં ઘુસી લોખંડની પાઈપ અને સળીયા થી માર મારતા તેઓ ઇજાગ્રત થયા હતા જેને કારણે તેમનું મોત નીપજ્યું હૉવાનું જણાવતા પોલીસે પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર દ્વવારા પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.હવે દિલીપસિંહ નું મોત કયા કારણોસર થયું છે તે પોસ્ટમોટામ રિપોર્ટ બાદ તેમજ પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.જોકે હાલોલના વાઘવાની ગામે એકજ પરિવારના લોકો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલી બાદ થયેલ મારા મારીને લઇ નાનકડા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો આવ્યો હતો.