DEVBHOOMI DWARKAKHAMBHALIYA

Khambhaliya : ખંભાળિયાના હર્ષદપુર ગામે અમૃત સરોવરમાંથી જળકુંભી (ગાંડી વેલ) દૂર કરાઇ

કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ અમૃત સરોવરમાં જળ શુધ્ધિ નું મહત્વનું કાર્ય સંપન્ન

જળ શુદ્ધ થતા જળચર જીવ સૃષ્ટિ ને ફાયદો થશે: અમૃત સરોવરના નિર્માણ થકી  પાણીના તળ ઊંચા આવશે

માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા તા.૨૩,

                 જળ એ જીવન છે. પાણીના સંગ્રહ થી સિંચાઈ વિસ્તાર વધવાની સાથે દરિયાઈ ખારાશ પણ આગળ વધતા અટકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જન ભાગીદારી સાથે અમૃત સરોવર માં પાણીના સંગ્રહમાં તે અડચણરૂપ એવી ગાંડી વેલ દૂર કરવામાં આવી છે.
હાલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જળ શુદ્ધિકરણનું આ કાર્ય પ્રેરણાદાયી છે. લોકશક્તિને રચનાત્મક માર્ગે વાળીને જનભાગીદારીના અભિગમથી થતા વિવિધ સેવાકીય પ્રકલ્પો રાજ્ય સરકારના જનહિતના વિવિધ ઉદ્દેશોને આગળ વધારે છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં નાગરિકો જોડાઇ રહ્યાં છે.  આગામી તા. ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“  અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.      દેવભૂમિ દ્વારકા  જિલ્લાના  ખંભાળિયાના હર્ષદપૂર ગામે આવેલા અમૃત સરોવરમાંથી જળકુંભી (ગાંડી વેલ) દૂર કરવામાં આવી છે. ભૂસ્તશાસ્ત્રી અને માઈન્સ એન્ડ મિનરલ એશોસીએશન દ્વારા હર્શદપુર ગામે અમૃત સરોવરમાં ૬.૭૨ એકરમાં પથરાયેલી પર્યાવરણ માટે હાનીકારક જળકુંભી (ગાંડી વેલ) દૂર કરવામાં આવી છે.
આ વેલ દૂર થવાથી પક્ષીઓની અવરજવર વધી છે. જળચર જીવ સૃષ્ટિ ને ફાયદો થશે તેમજ તળાવ શુદ્ધ થતા લોકો માટે ફરવાલાયક સ્થળ બન્યું છે. અમૃત સરોવર ના નિર્માણ થકી જળસંગ્રહ વધતા પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈમાં ફાયદો થશે. હર્ષદપુર ગામે થયેલ આ પ્રેરણાદાયી કાર્યને લોકોએ આવકારેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!