GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કાગવડ શ્રી ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ

તા.૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નવ દિવસ વિવિધ જિલ્લા/તાલુકાની શ્રી ખોડલધામ સમિતિની બહેનો દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ શહેર, પડધરી, લોધિકા, કોટડા સાંગાણી, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જેતપુર અને જામકંડોરણાની મહિલા સમિતિ દ્વારા નવ દિવસ કરાશે મા ખોડલની આરાધના

Rajkot: કાગવડ, રાજકોટઃ હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી મા દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે સાથે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓને મા શૈલપુત્રીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. પ્રથમ નવરાત્રીથી જ હિંદુ નવવર્ષનો પ્રારંભ થાય છે.

ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. મા ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા છે. ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધુન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે.

તારીખ 9 એપ્રિલ ને મંગળવારના રોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે સવારથી સાંજ સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- સુરેન્દ્રનગર અને મોરબીની મહિલાઓ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન કરવામાં આવ્યા હતા. બપોરે મહિલા સમિતિની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આજ રોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસ હોય મોટી સંખ્યામાં ભાવિકો પણ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને માં ખોડલના દર્શનનો લ્હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ચૈત્રી નવરાત્રિમાં નવે નવ દિવસ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ જિલ્લા/તાલુકાની શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ધ્વજારોહણ, યજ્ઞ, રાસ-ગરબા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ નોરતે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો, બીજા નોરતે ભાવનગર અને બોટાદ જિલ્લો, ત્રીજા નોરતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો, ચોથા નોરતે અમરેલી જિલ્લો, પાંચમાં નોરતે રાજકોટ શહેર/પડધરી/લોધિકા/કોટડા સાંગાણી તાલુકો, છઠ્ઠા નોરતે ધોરાજી અને ઉપલેટા તાલુકો, સાતમાં નોરતે ગોંડલ તાલુકો, આઠમાં નોરતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને નવમાં નોરતે જેતપુર અને જામકંડોરણા તાલુકાની મહિલાઓ શ્રી ખોડલધામ મંદિરે આવી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!