DAHODGUJARATJHALOD

ઝાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર

તા.૧૩.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર

ઝાલોદ ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉ.વ. આશરે 55)નો મૃતદેહ મળ્યો થેરકા ખાતે પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદી કિનારે મૃતદેહ મળતાં ચકચાર મચી ખેતી કામ કરતા સ્થાનિક લોકોને નજર પડતા પરિવારને જાણ કરાઈ પરિવારજનો દ્વારા ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડીવાયએસપી ડી.આર. પટેલ, પી.આઈ રવિ ગામીત સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો દાહોદ જિલ્લા SOG અને LCB ટીમ પણ તપાસમાં જોડાઈ FSL અને ડોગ સ્કવોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ લૂંટ પછી હત્યાની આશંકા હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું પૂજારીના સોના-ચાંદીના આભૂષણના લૂંટના ઈરાદે કરાઈ હત્યા મૃત હાલતમાં શરીર પર કોઈ આભૂષણ જોવા મળ્યા નથી શરીર પર ઈજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ઝાલોદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Back to top button
error: Content is protected !!