સંતરામપુર નગરમાં ચકચાર” એક જ દિવસ માં છ જગાએ થઈ ચોરી.

મહીસાગર/સંતરામપુર
અમીન કોઠારી મહીસાગર…..
“સંતરામપુરમાં વહેલી સવારે 05 વાગે ચોરોએ મચાવ્યો તાંડવ–
અનેક વિસ્તારોમાં લોકતોડી કરી ચોરી,
સંતરામપુર નગરમાં ચકચાર” એક જ દિવસ માં 06 જગાએ થઈ ચોરી.
સંતરામપુર નગરની સુરક્ષા ને લઈને લોકો મુખે અનેક ચર્ચાઓ…


સંતરામપુર નગરની સોસાયટી વિસ્તારમાં મુકેલા હોમગાર્ડ જવાનો જાગે છે કે પછી કક્કડથી ઠંડીમાં સુઈ જાય છે તેવા વેદક સવાલો સોસાયટીમાં રહેતા લોકોના મુખે ચર્ચાએ રહ્યા છે.
તારીખ: 07 ડિસેમ્બર 2025
સંતરામપુર શહેરમાં આજે વહેલી સવારે લગભગ 05:00 વાગ્યે જુદા જુદા વિસ્તારોમાં ચોરોના એક ગેંગે ટાર્ગેટ કરી ચોરીની શ્રેણી અંજામ આપતા સંતરામપુર નગરમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. શહેરના કોલેજ રોડ વિસ્તાર, ટાવર રોડ વિસ્તાર, ગોધરા ભાગોળ તથા સરદાર પટેલ નગર સહિતના અનેક વિસ્તારોમાં ચોરોએ લોક તોડી ઘરોમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને ફરાર થઈ ગયેલ છે.
ઘટનાઓનું વિગતવાર વર્ણન:
👉અમરદીપ સોસાયટી (કોલેજ રોડ વિસ્તાર)
લાલા દૂધની ડેરીવાળા ના મકાનના બહારના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ઘરના ગલ્લામાંથી ₹24,000 થી વધુ રોકડ લઈને ચોરો ફરાર થઈ ગયા હતા.
આ જ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દિલીપ ઠાકોર ના બંધ મકાનમાં ઘુસણખોરી કરી લોક તોડ્યા, પરંતુ કંઈ મળ્યા વગર ફરાર થયા.
👉 બ્રાહ્મણવાડા વિસ્તાર
અહીં એક ભાવસાર પરિવાર ના મકાનના દરવાજાના લોક તોડી ચોરોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ વસ્તુ ના મળતા ફરાર થઈ ગયા.
👉 વાડી વિસ્તાર (ગોધરા ભાગોળ)
સોકત સાયકલવાળા ના બંધ મકાનના લોક તોડી અંદર પ્રવેશ કર્યો પરંતુ ચોરોને કઈ મળી ન આવતા પાછા ફરાર થયા હતા.
👉 સરદાર પટેલ નગર સોસાયટી
ભવનકુમાર ભવન ડામોરના ભાડાના મકાનને ટાર્ગેટ કરી તેમના આંગણે પાર્ક કરેલી મોટર સાયકલ ચોરો ઉઠાવી લઈ ગયા હતા. અને આ જ સોસાયટીમાં બીજું એક મકાન ને પણ લોક તોડીને ચોરોએ ટાર્ગેટ કર્યું હતું.
આ તમામ બનાવોની જાણ થતા રહીશો અને ઘરના માલિકોએ તરત જ સંતરામપુર પોલીસને જાણ કરી. પોલીસ સ્ટેશને વિવિધ ફરિયાદો નોંધાઈ છે અને તપાસની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
સંતરામપુર શહેરમાં વ્હેલી સવારે એકજ દિવસ અને માત્ર એક જ સમયગાળામાં અનેક વિસ્તારોમાં થયેલી ચોરીની ઘટનાઓથી સંતરામપુર નગરમાં હાહાકાર મચી ગયો છે અને સુરક્ષાને લઈને સ્થાનિક પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો નગરજનો ના લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.




