DAHODGUJARATSANJELI

સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી 

તા.૨૦.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકામાં આવેલ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં તારીખ ૨૦ મી માર્ચ ગુરુવારના રોજ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે બાળકો ચકલી માટે ઘર બનાવી શકે અને બાળ ચકલીઓ માટે અને ઈતર પ્રાણીઓ માટે પ્રેરિત થઈને એમનું સંરક્ષણ આપણા હાથમાં છે એની સમજૂતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા દ્વારા બાળકોને પોતાના ઘરે ચકલી માટે ઘર બનાવી શકીએ એના માટે પ્રેરણા રૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!