AHAVADANG

ડાંગ જિલ્લામાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વ શૌચાલય દિન’ની ઉજવણી કરાઇ

  1. વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ

    સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે ડાંગ ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની બેઠક યોજાઇ

    ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૯મી નવેમ્બર “વિશ્વ શૌચાલય દિવસ” નિમિતે ડાંગ જિલ્લા કલેટક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

    આ પ્રસંગે કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ ઉપસ્થિત જિલ્લાના અન્ય ઉચ્ચાધિકારીશ્રીઓના હસ્તે લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજુરી પત્ર વિતરણ કરાયા હતા. ડાંગ જિલ્લામાં વર્ષ ૨૦૧૪ થી વર્ષ વર્ષ ૨૦૨૩ સુઘીમાં ૫૦ હજાર ૨૩૫ જેટલાં શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં કુલ ૧૩૨૫ શૌચાલયોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનાર આ અભિયાનમાં શૌચાલયનો લક્ષ અને સ્વચ્છતા બાબતે કાર્ય કરવા જણાવ્યું હતું.
    આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે ડાંગ ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, OLD PLUS મોડેલ વિલેજ, ૩૧૧ ગામોમાં પિવાના પાણીના વ્યવ્સથા તેમજ ઉકાઇ ડેમ આધારિત મંજુર થયેલ ૮૬૬ કરોડની યોજનાનું કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી  હિરલ પટેલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ તથા સરપંચઓ, લાભાર્થીઓ ઉપસ્થિતી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!