
તા.૩૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના ખડ્ડા કોલોની રહેતા ચંદનભાઈ ચૌહાણ (સાંસી) નું પોલીસ ભરતીમાં સિલેક્શન થતા સાંસી સમાજનું નામ રોશન કર્યું
દાહોદના ખડ્ડા કોલોનીના યુવાનની પોલીસ દળમાં પસંદગી થતા સમાજ દ્રારા ખુશી વ્યક્ત કરાઈ કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને મહેનત કરવાની તૈયારી હોય, તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે દાહોદ શહેરના ખડ્ડા કોલોની વિસ્તારમાં રહેતા ચંદનભાઈ ચૌહાણ (સાંસી) એ.સંઘર્ષથી સફળતા સુધીની સફર ચંદનભાઈએ તાજેતરમાં જ જાહેર થયેલ પોલીસ ભરતીમાં પોતાની મહેનત અને લગનથી ઝળહળતી સફળતા મેળવી સિલેક્શન પ્રાપ્ત કર્યું છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદનભાઈએ તમામ પડકારોને માત આપીને આજે ખાખી વર્દી પહેરવાનું પોતાનું અને પોતાના પરિવારનું સપનું સાકાર કર્યું છે.ચંદનભાઈની આ સિદ્ધિના સમાચાર મળતા જ સમગ્ર સાંસી સમાજ અને ખડ્ડા કોલોની વિસ્તારમાં હર્ષની હેલી ઉમટી પડી હતી. આ સફળતા માત્ર ચંદનભાઈની નથી, પરંતુ સમગ્ર સાંસી સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે. પરિવાજનો અને મિત્રો દ્વારા ફટાકડા ફોડીને અને વાજતે-ગાજતે આ ખુશીને વધાવવામાં આવી હતી.
મોઢું મીઠું કરાવ્યું: સમાજના આગેવાનો અને સ્નેહીજનોએ ચંદનભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ચંદનભાઈની આ સફળતાથી સમાજના અન્ય યુવાનોને પણ આગળ વધવા અને સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એક નવી પ્રેરણા મળી છે.પરિવારજનોએ ગર્વભેર જણાવ્યું હતું કે, “ચંદનભાઈએ અમારી અને અમારા સમાજની નામના વધારી છે. તેની રાત-દિવસની મહેનત આજે રંગ લાવી છે.” ચંદનભાઈ ચૌહાણની આ પસંદગીથી સમગ્ર પંથકમાં તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે





