બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજનાહેઠળ મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ આદિજાતી વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ એચ.આર.ટી-૩ યોજના હેઠળ” આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઈવ્સ તથા કોલોની પુરી પાડવાની યોજના (આદિજાતિ લાભાર્થી) નવી બાબત તરીકે મંજૂર મળી છે. આ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં મધમાખી પાલકોને/સેલ્ફ હેલ્પ ગ્રુપ/સખી મંડળ/FPO/FPC ના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે બે મધમાખી હાઈવ્સ તથા કોલોની(મધમાખી પેટી) પુરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા તા.૨૪/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવી છે. જિલ્લાના જે ખેડૂતમિત્રો આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે, સાયબર કાફે અથવા પોતાની જાતે અરજી કરી શકશે. આ માટે અરજદારે જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે), સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો), રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, સેલ્ફ હેલ્પ ગ્રુપ/સખી મંડળ//FPO/FPC/ના આદિજાતી સભાસદ અંગેના પુરાવા (લાગુ પડતું હોય તો), સંસ્થાના રજીસ્ટ્રેશન અંગેના પુરાવા (લાગુ પડતું હોય તો),અરજી કર્યાની કોપી સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટાબજાર, નવસારી પિનકોડ- ૩૯૬ ૪૪૫ ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવા નાયબ બાગાયત નિયામક, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.




