GUJARATKHERGAMNAVSARI

ખેરગામ સરકારી કોલેજમાં રસાયણ શાસ્ત્ર દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે આચાર્ય ડો. એસ. એમ.પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અન્વયે જ્ઞાનધારા અંર્તગત રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો.રસાયણ શાસ્ત્રના પિતા એવા આચાર્ય પ્રો.પી.સી.રેની જન્મતિથિ બીજી ઓગસ્ટના દિવસને ‘National Chemistry Day તરીકે ઉજવવામાં આવે છે.રસાયણ વિભાગમાં આ સંદર્ભે એક લેકચરનું આયોજન કરવામાં આવેલ હતું.રસાયણવિભાગના વડા પ્રો. રક્ષાબેન બી પટેલ પોતાના ઉદ્બોધનમાં આચાર્ય પ્રો.પી.સી.રેના રસાયણશાસ્ત્ર ક્ષેત્રે આપેલ યોગદાન વિષેની માહિતી આપી હતી. તેમણે રસાયણશાસ્ત્રનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે રસાયણશાસ્ત્ર માત્ર પ્રયોગશાળાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દૈનિક જીવનના દરેક ક્ષેત્રમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.આ પ્રસંગે ટીવાય બીએસસીની વિધાર્થી નેહા પટેલે ગ્રીન કેમેસ્ટ્રીને લગતી માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે અધ્યક્ષએ તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આવા આયોજનો દ્વારા યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને વિષય પ્રત્યેની જિજ્ઞાસા વધે છે.

Back to top button
error: Content is protected !!