GUJARATNAVSARI

નવસારીની છાપરા પ્રાથમિક શાળાએ સ્કૂલ ગેમ્સમાં ટેકવોન્ડો સ્પર્ધામાં પાંચ ગોલ્ડ અને પાંચ સિલ્વર મેડલ મેળવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત ૬૮માં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા કે.વી.એસ. હાઇસ્કુલ ખારેલ ખાતે યોજાઇ હતી. જેમાં છાપરા પ્રાથમિક શાળાના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી પાંચ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને પાંચ વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવ્યાં હતા. જેમાં અંડર ૧૪ વિભાગમાં દિવ્યાંશી ગુપ્તા, શીતલ કુશવાહા, પ્રિયા યાદવ, મિશેલ પ્રજાપતિ અને દ્રષ્ટિ રાજપૂતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા અને હેતલ મહેશ્વરી, ભરત રાઠોડ, કાજલ શાહુ, પ્રણિત ઠાકરે અને આકાશ ચૌહાણે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલા પાંચ બાળકો હવે રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ વિદ્યાર્થીઓ તથા તેઓને માર્ગદર્શન આપનાર કરાટે કોચ માસ્ટર પિન્કીબેન હળપતિ અને શાળાના રમત ગમતના શિક્ષક હિમાંશુભાઈ ટંડેલને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અલ્પેશભાઈ શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ઝાલરીયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!