ARAVALLIGUJARATMODASA

શામળાજી – અંગ્રેજી દારૂની હેરાફેરીમાં બે ખાખીધારી ઝડપાયા, જિલ્લામાં ખળભળાટ – શામળાજી ચેકપોસ્ટનો પોલીસ કર્મી અને SRP જવાન ઝડપાયો — અન્ય 2 આરોપી ફરાર 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

શામળાજી – અંગ્રેજી દારૂની હેરાફેરીમાં બે ખાખીધારી ઝડપાયા, જિલ્લામાં ખળભળાટ – શામળાજી ચેકપોસ્ટનો પોલીસ કર્મી અને SRP જવાન ઝડપાયો — અન્ય 2 આરોપી ફરાર

31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી અંગ્રેજી દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂની હેરાફેરી પર નજર રાખતી જિલ્લા પોલીસને પોતાના જ ખાખીધારીઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.શામળાજી પોલીસ સ્ટેશનની સરહદી વિસ્તારની અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા બે ખાખીધારીઓને જિલ્લા LCB ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. LCB PI એમ.એચ. ઝાલા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ચેકપોસ્ટ પર ફરજ પર હાજર પોપટભાઈ ભરવાડ તથા રાહુલ દેસાઈ (SRP જવાન) પાસેમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.LCB ટીમે બંને ખાખીધારીઓ સામે પ્રોહીબિશન એક્ટ મુજબ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી રોકવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારીઓ પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયા હોવાને કારણે અરવલ્લી પોલીસની છબી પર ગંભીર આંચ આવી છે.આ સમગ્ર ઘટના રાજ્યના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની છે. હવે આગામી દિવસોમાં પોલીસ વડા દ્વારા શામળાજી પોલીસ તંત્રમાં કડક અને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, તે અંગે સૌની નજર ટકેલી છે.

અરવલ્લી બ્રેકિંગ : દારૂ હેરાફેરીમાં ખાખીધારીની સંડોવણી, 2 પોલીસ કર્મી ઝડપાયા

અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ખાખીધારીની સંડોવણીને કારણે પોલીસ વિભાગ બદનામ થયો છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દારૂની હેરાફેરી (કટીંગ) કરતા એક પોલીસ કર્મી અને એક SRP જવાનને LCB પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સમયે શામળાજી–અણસોલ નજીક ભણાત ફરીયા વિસ્તારમાં રિક્ષા મારફતે દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મળેલી બાતમીના આધારે LCB પોલીસે કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહીમાં શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી પોપટભાઈ ભરવાડ તેમજ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, SRP ગ્રુપ-10 અંકલેશ્વર, ને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹3,75,120 કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સમગ્ર પ્રકરણમાં બે પોલીસ કર્મી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ ફરી એકવાર દારૂ હેરાફેરી સામેની લડતમાં અંદરખાને ચાલી રહેલી ગોઠવણો પર સવાલ ઊભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!