BODELICHHOTA UDAIPUR

બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના ૧૫૦વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

 આજ રોજ તારીખ 7 નવેમ્બર 2025 ના રોજ રાષ્ટ્રીયગીત વંદે માતરમ ને 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રીયગીતના સન્માનમાં બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમ નુ સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. સામુહિક ગાન બાદ સ્વદેશીની શપથ લીધી હતી જેમાં શાળાના શિક્ષક શ્રી એસ.એસ.પઠાણ દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી યુવાય ટપલા દ્વારા વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં વધુમાં ભારતીય વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો અને આયાતી વસ્તુને બદલે વૈકલ્પિક એવી વસ્તુઓ જ અપનાવી તેમજ ઘર કાર્ય સ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુને પ્રાથમિકતા આપવી, પર્યાવરણ પ્રત્યે સજાગ રહે સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાની શરૂઆત આપણા ઘરે થીજ થાય તેવી વિદ્યાર્થીઓ ને અભ્યર્થના કરી.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!