BODELICHHOTA UDAIPUR

4.17 કરોડના દારૂનો નાશ દરમિયાન 4 કામદારો બોટલ લઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી પાડ્ય

  1. છોટાઉદેપુર 2025માં પકડાયેલા 4.17 કરોડના દારૂનો નાશ દરમિયાન 4 કામદારો બોટલ લઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી પાડ્યા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન દારૂ હેરાફેરીના કુલ 273 કેસ નોંધાયા હતા. આ કેસોમાંથી પોલીસે જપ્ત કરાયેલ કુલ 1.8 લાખ જેટલી દારૂની બોટલો, અંદાજે ₹4 કરોડ 17 લાખની કિંમતનું મુદ્દામાલ, આજે કરાલી પોલીસ મથકના વિશાળ મેદાનમાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.જિલ્લા પોલીસ વડા, ડિવાયએસપી, એલસિબી અને સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ નિયમ મુજબ કામ પૂરું કરીને શરૂ કરવામાં આવ્યો હતો. મેદાનમાં સોંથી વધુ બોટલો નાશ માટે લાઇનબદ્ધ રાખવામાં આવી હતી એક પછી એક તમામ બોટલો તોડી નાશ કરવામાં આવી રહી હતી.પરંતુ દારૂ નાશની આ પ્રક્રિયા દરમિયાન એક અણધારી અને ચોંકાવનારી ઘટના સામે આવી. નાશની કામગીરીમાં સહાય માટે બોલાવવામાં આવેલા કેટલાક લેબરોમાંથી ચાર કામદારો દારૂની બોટલ સંતાડી ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.પોલીસ અધિકારીઓ સહિત ડ્યુટી પર હાજર સ્ટાફે તુરંત જ દોડધામ કરી અને ચારેય લેબરોને પકડી લીધા. કામદારો દારૂની બોટલ છુપાવી ને મેદાનની બહાર જવાના પ્રયાસમાં હતા ત્યારે પોલીસે તેમને રંગેહાથ પકડી પાડ્યા.પોલીસે ચારેય કામદારોને કસ્ટડીમાં લઇ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.દારૂ નાશની પ્રક્રિયા દરમિયાન આવી ઘટના બનતા પોલીસ તંત્ર એ પણ સ્વીકાર્યું કે આવી કામગીરી દરમિયાન વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે સમગ્ર ઘટનાએ ફરી એક વાર દારૂ નાશની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા પર સવાલ ઊભા થઈ રહ્યા છે

રિપોર્ટર તૌસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!