એકતાનગર ખાતે ૪૦ વિદેશી પતંગરસિકો ની હાજરીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી
૪૦ વિદેશી પતંગરસિકો એકતાનગરના આંગણે પ્રાકૃતિક વાતાવરણમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે ભાઇચારાના દર્શન કરાવ્યા
આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સફળ બનાવા ગુજરાત પ્રવાસ નિગમ લિ.અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે ૧૧ થી ૧૪ જાન્યુઆરી સુધી રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું :
રાજપીપલા : જુનેદ ખત્રી
સરદારના સાંનિધ્યમાં રેવાના તીરે નર્મદા જિલ્લાના એકતાનગર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ની શાનદાર ઉજવણીમાં દેશ-વિદેશથી પધારેલા અંદાજે ૪૦ જેટલા પતંગરસીકો આવ્યા હતાં જેમને આવકારી હૃદયથી શુભેચ્છા પાઠવી હતી. પતંગ ઉત્સવ ઉજવણી શાનદાર બનાવવા બદલ પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા હતાં. આદિવાસી લોકનૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતાં.
ગુજરાત પ્રવાસન લી. અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદા સંયુક્ત ઉપક્રમે વિદેશથી પધારેલા ૪૦ પતંગરસીકો અર્જંટિના, ઓસ્ટ્રેલિયા, બેલજીયમ, બ્રાજિલ, બલગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોસ્ટારીકા, ર્અસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન અને ભારત દેશના જુદા-જુદા રાજ્યના બિહાર, દિલ્હી, કેરળ અને કર્ણાટકના પતંગ બાજો પણ રેવાના તીરે ઉત્તરાયણ પર્વમાં સહભાગી બની આનંદ ઉલ્લાસ સાથે ઝુમી ઉઠ્યા હતા અને પોતાના કેમેરામાં આનંદની ક્ષણોને કેદ કરી હતી અને માધ્યમોને પોતાના પતંગ ઉડાડવાના અનુભવો વિદેશી પતંગબાજોએ વર્ણવ્યા હતાં.
નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેને આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉત્તરાયણ ધાર્મિક ઉત્સવ તરીકે પણ ઓળખ ધરાવે છે ઉત્તરાયણ પર્વની આંતરરાષ્ટ્રીય ઓળખ ઠેર-ઠેર થઇ છે. પરંતુ વિશાળ ફલક પરની શરૂઆત ૨૦૧૨ માં થઇ હતી અને પ્રધાનમંત્રીના વિઝનથી આ પરંપરા આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્ર્ ભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં તાલુકામાં શ્રાદ્વ પક્ષમાં પણ પતંગ ઉડાડવાનું મહત્વ છે. આવો રિવાજ બીજે કોઈપણ જગ્યાએ નથી. આ ફક્ત નર્મદામાં છે. ઉત્તરાયણમાં તલ,ચીક્કી શેરડી, ગૌ માતાને જુવાર બાફીને ઘુઘરી ખવડાવીને તેની પૂજા કરવાની વર્ષો જુની પ્રથા છે. સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે તેથી તેને ઉત્તરાયણ કે, મકરસંક્રાંતિ કહેવામાં આવે છે અને સૂર્ય નારાયણની પણ પૂજા કરવામાં આવે છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવણીની સાથે SOU ના પરિસરમાં ઉજવવાનું નક્કી કર્યુ. આ વિસ્તારના લોકો પણ આનંદ ઉલ્લાસ માણી શકે તે માટે મુખ્યમંત્રીનો આભાર માનું છું. તેમણે જિલ્લાને આ અવસર પ્રદાન કર્યુ સાથે પતંગની આકાશમાં ઊંચી ઉડાનની જેમ ગુજરાત દરેક ક્ષેત્રે વિકસે અને સહકારથી સમૃધ્ધિ તરફ આગળ વધે તેવી ઊંચી ઉડાન યુવાનો, ખેડૂતો, મહિલાઓ આત્મનિર્ભર બને, સંરક્ષણ, રોજગાર, શિક્ષણ મેળવે એવો હેતુ ઉત્તરાયણ પર્વે દ્વારા હેતુ સિધ્ધ થાય એવી નર્મદા મૈયાને પ્રાર્થના કરૂ છું