BODELICHHOTA UDAIPUR

બોડેલી ફાટક પર અડધો કલાક ટ્રાફિક જામ એમ્બ્યુલન્સ પણ ફસાઈ

આજે બોડેલી રેલવે ફાટક પર અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ફાટકના એક સાઇડનું સિગ્નલ ન ખુલતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.આ ટેક્નિકલ સમસ્યાને કારણે ફાટક પર લગભગ અડધો કલાક જેટલો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કતારમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં તાત્કાલિક સેવાઓમાં વિઘ્ન પડ્યું હતું.આ ફાટક પર આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો લોકોને વારંવાર કરવો પડે છે. રેલવે ઉપર બ્રિજ (ઓવરબ્રિજ) મંજુર થયાનો સમય થઈ ગયો હોવા છતાં કામ ક્યારે શરૂ થશે તે અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. દરરોજ વધતી ટ્રાફિક અને વારંવાર થતા જામને કારણે લોકો ઓવરબ્રિજનું કામ વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે.પરિસ્થિતિની જાણ થતાં રેલવે કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ખામી દૂર કરી હતી, ત્યારબાદ ટ્રાફિક ફરી નિયમિત બન્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!