GUJARAT
પાવીજેતપુર તાલુકાના છોટાનગર –શખાન્દ્ર ક્ષતિગ્રસ્ત રોડનું ડામર પેચવર્કનું કામ હાથ ધરાયું
મુકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના છોટાનગર – શખાન્દ્ર રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ પરના ખાડાઓનું યુદ્ધના ધોરણે ડામર પેચવર્ક કરી વાહનવ્યવહાર માટે સુગમ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.