CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકાના દામાણીઆંબા ગામે દૂધ સંજીવની યોજનાનું દૂધ રોડ પાસે પડી રહ્યું

નસવાડી તાલુકાના દામાણીઆંબા ગામે પ્રાથમિક શાળાની નજીક રોડ પાસે બાળકોને આપવામાં આવતું દૂધ સંજીવની યોજનાનું દૂધ ભરેલા કેરેટ રસ્તા ઉપર પડ્યા રહ્યા નો વિડિયો વાઇરલ થયો 

 પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની 247 પ્રાથમિક શાળાઓમાં તેમજ આંગણવાડીના બાળકો કુપોષણ મુક્ત બને તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે આ દૂધ પાછળ સરકાર દર માસે લાખો રૂપિયા ખર્ચ કરે છે અને બાળકોને દૂધ મળે તે માટે ગ્રાન્ટ ફાળવે છે પરંતુ અમુક પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં દૂધ સંજીવની યોજનાનું દૂધ પહોચતું નથી અને આવા કિસ્સાઓ બહાર આવે છે નસવાડી તાલુકાના દામાણીઆંબા ગામે પ્રાથમિક શાળાની નજીક રોડ પાસે દૂધ સંજીવની યોજના ના દૂધ નાં  પાઉચ ભરેલા કેરેટ રજળ પાટ થઇ રહ્યા છે અને આ દૂધની થેલીઓ ફૂલીને ફુગા જેવી થઈ ગઈ હતી  તેનો વિડિયો વાઇરલ થયો છે આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે પરંતુ દૂધ બાળકોના પેટમાં જવાના બદલે પ્રાથમિક શાળાની બાજુમાં રોડ પાસે દૂધના પાઉચ ભરેલા કેરેટ પડી રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!