NARMADATILAKWADA

દાજીપુરા ગામ નજીક રોંગ સાઈડે ગાડી હંકારી લાવતા બે ઇક્કો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત : એક ને પહોંચી ગંભીર ઈજા : પોલીસે તપાસ હાથ ધરી

દાજીપુરા ગામ નજીક રોંગ સાઈડે ગાડી હંકારી લાવતા બે ઇક્કો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત : એક ને પહોંચી ગંભીર ઈજા : પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના દાજીપુરા ગામ નજીક ડિવાઇડર કટ પાસેથી રોંગ સાઈડ ઉપર ઇક્કો ગાડી હંકારી લાવતા સામેથી આવી રહેલી ફોરવીલ ઇક્કો ગાડી સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે તિલકવાડા અને આસ પાસ ના વિસ્તારમાં હાઇવે રોડ ઉપર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. હાલ થોડા દિવસ અગાઉ નલિયા ગામ નજીક એક ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા એક યુવકને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનાને હજુ થોડાક જ દિવસો થયા છે ત્યારે દાજીપુરા ગામ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આ કામના ફરિયાદી ભુરાસાહેબ તખતસિંહ મકવાણા પોતાના કબજાની ફોરવીલ ઇક્કો ગાડી નંબર GJ 07 DD 1758 નંબરની ઇક્કો ગાડીમાં રાજવીરભાઈ સાજીદભાઈ મકવાણા તથા અન્ય લોકો સાથે તિલકવાડા થી નીકળી વજેરીયા ગામ તરફ જતા હોય તે દરમિયાન દાજીપુરા ગામ નજીક આવતા સામેથી આવી રહેલા આ કામના ફોરવિલ ગાડી નંબર GJ 06 PF8088 નંબરની ઇક્કો ગાડી ના ચાલકે પોતાના કબજાની ઈકો ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાજીપુરા ગામ નજીક આવતા ડિવાઈડરના કટમાંથી રોંગ સાઈડ ગાડી હંકારી લાવતા સામેથી આવી રહેલી ફરિયાદીની ઇક્કો ગાડીને પાછળના ભાગે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજવીરભાઈ સાજીદભાઈ મકવાણાને માથાના ભાગે ગંભીર પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયા ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત માં બન્ને ઇક્કો ગાડીમાં પણ ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે. અકસ્માત ને પગલે ઘટના સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો તત્કાલીન ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને બન્ને ઇક્કો ગાડીને રોડની સાઈડ માં ખસેડી કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે……

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!