BODELICHHOTA UDAIPUR

બોડેલીના પીઠા ગામે વાછરડાને જંગલી જાનવર ખેંચી જતા ગ્રામજનોમાં ભય

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પીઠા ગામે જંગલી જાનવરના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગામના એક ઘરના વાડામાં બાંધેલા બે વર્ષના વાછરડાને કોઈ જંગલી જાનવરે ઉઠાવી જઈ તેનું મારણ કરતા ગ્રામજનો પોતાના પરિવારને તેમજ પશુઓને બચાવવા હાથમા લાકડીઓ લઈ ફરી રહ્યા છે બોડેલી તાલુકાના પીઠા ગામમાં ગત રાત્રે જંગલી જાનવરે ઘરના વાડામાં બાંધેલા બે વર્ષના વાછરડાને ઉઠાવી લીધું હતું. જંગલી જાનવરે વાછરડાને આશરે 300 મીટર જેટલું દૂર ઢસડી લઈ જઈ તેનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.સવારના સમયે વાછરડાનું મૃતદેહ મળી આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરી હતી. ગ્રામજનો પોતાના બાળકોને તેમજ પોતાના પશુઓને બચાવવા તેમજ સાચવવા માટે પોતાના હાથમાં લાકડીઓ લઇ ગામમાં ફરી રહ્યા છે વન વિભાગને જાણ મળતાં જ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે. વારંવાર આવી ઘટનાઓ ના બને તે માટે જંગલી જાનવરને શોધી પકડી પાડવા યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે અજાણ્યા જાનવરે વાછરડા નું મારણ કરતા પીઠા ગામ સહીત આજુબાજુના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે 
તોસીફ ખત્રી રિપોર્ટર

Back to top button
error: Content is protected !!