વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સુપ્રીમ કોર્ટને બંધારણીય બેંચ દ્વારા SC/ST શ્રેણી વર્ગીકરણ અને અનામતમાં ક્રિમિલેયર વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ગત 1 ઓગસ્ટ, 2024 ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે SC/ST શ્રેણી, વર્ગીકરણ અને અનામતમાં ક્રીમી લેયર વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.તેમજ બંધારણની કલમ 15(4)નું ઉલ્લંઘન છે અને 16(4)નું ઉલ્લંઘન છે.કારણ કે આ નિર્ણય પ્રણાલી હેઠળ SC/ST સમુદાયને નબળા બનાવવાનો ગેરબંધારણીય નિર્ણય છે. ડો. ભીમરાવ આંબેડકરે બંધારણના અનુચ્છેદ 15(4) અને 16(4) માં જાતિ ભેદભાવને ધ્યાનમાં રાખીને અસમાનતા દૂર કરવા માટે સુનિશ્ચિત કર્યું હતુ.જે દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ લાગુ કરવામાં આવ્યુ હતુ.આજે સમાજમાં ભેદભાવ, અસ્પૃશ્યતા વગેરે જેવી સમસ્યાઓ વ્યાપક છે. અને નોકરીમાં પણ તેઓને હજુ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. તેના ઉપર, સરકાર ધીરે ધીરે ખાનગીકરણ દ્વારા નોકરીઓ દૂર કરવા માટે કામ કરી રહી છે.આરક્ષણ પછી પણ તેમની સ્થિતિ માત્ર થોડા ટકા બદલાઈ છે. અનામતમાં વર્ગીકરણનો નિર્ણય અને ક્રીમી લેયરનો વિચાર આરક્ષણ નાબૂદ કરવાની પ્રક્રિયા સમાન છે.આવા અનેક આક્ષેપો સાથે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.તેમજ સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવા અને 9 મી અનુસૂચિમાં અનામત મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..