BODELICHHOTA UDAIPUR
બોડેલીમાં યુવકનો નર્મદા નહેરમાં મૃતદેહ મળી આવ્યોઃ પ્રેમપ્રકરણને કારણે ઝંપલાવ્યાની શંકા મૃતકના ભાઈનો આરોપ, “આ આત્મહત્યા નહીં, હત્યા છે”

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસના નિવાસી નિતેશ રાઠવા નામના યુવકે પ્રેમપ્રકરણને કારણે ત્રણ દિવસ પહેલા નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હોવાનું કહેવાય છે.ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ બાદ આજે વહેલી સવારે નર્મદા કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાને લઈને મૃતકના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, “આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.”પોલીસ તંત્રએ આ મામલે ગુનાનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તોસીફખત્રી બોડેલી






