ભારતમાં હોકીના 100 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુરમાં ઉજવણી મહિલા અને પુરુષ ટીમ વચ્ચે હોકી મુકાબલો યોજાયો

ભારતમાં હોકીના 100 વર્ષ 7 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા તે પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. હોકી ઈન્ડિયાની આ ગૌરવપૂર્ણ સફરને યાદગાર બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં પણ હોકી એસોસિયેશન દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા.
આ અવસરે છોટાઉદેપુરના ડોન બોસ્કો મેદાન પર મહિલા તથા પુરુષ ટીમ વચ્ચે હોકી મુકાબલો યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઈકોયુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઈનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, ડૉ. રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર હોકી એસોસિયેશનની અધ્યક્ષ ચંપાબેન રાઠવા, હોકી કોચ શાહિદ તથા ડોન બોસ્કો સ્કૂલના પૂર્વ વિધાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.
હોકીના સદીપૂર્ણ થવાને આનંદ પ્રસંગે એસોસિયેશન દ્વારા જિલ્લા ખેલાડીઓને હોકીની સ્ટીક ભેટ આપી તેમની ઉત્સાહવર્ધન કરવામાં આવી. અતિથિઓએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે તેઓ હોકીમાં મહેનત કરી આગળ વધે અને છોટાઉદેપુરનું નામ ઉજાગર કરે.
રિપોર્ટર તોસીફ ખત્રી






