DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA
દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરાયા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
તારીખ ૧૪ જૂનના રોજ ”વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રકતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
દર વર્ષે, ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં છે. આ દિવસ નાગરિકોમાં રક્તદાન વિશે જાગૃતતા લાવવા માટે સમર્પિત છે.