BODELICHHOTA UDAIPUR
બોડેલી APMC માં હાટ બજાર વચ્ચે જોખમી વીજ પોલ

વીજ થાંભલો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય, ત્યારે અકસ્માતની આશંકા વધુ વધતી જોવા મળી રહી છે.
સ્થાનિક વેપારીઓ તથા નાગરિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. APMC માર્કેમાં રવિવારી હાટ બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોના અવરજવર વચ્ચે આવી જોખમી પરિસ્થિતિ સર્જાવા પામતા, સમયસર રીપેરિંગ ન થાય તો કોઇ ગંભીર ઘટના સર્જાઈ શકે છે.
સરકારી તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે તે અંગે લોકોમાં સવાલો ઊભા થતા જોવા મળી રહ્યાં છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





